Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જેતપુર શહેર-તાલુકામાં જુગારની ૨ રેઈડઃ ૩ મહિલા સહિત ૨૯ ઝડપાયા

સાધુ વાસવાણી સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં જુગારધામ ઝડપાયું

જેતપુર, તા. ૩ :. શહેર-તાલુકામાં શ્રાવણીયો જુગાર બેફામ ફૂલ્યોફાલ્યો હોય પોલીસે રેઈડ કરી લાખો રૂપિયાની રોકડ સાથે અનેક લોકોને ઝડપી લીધા છતા જુગાર બંધ થવાનું નામ નથી લેતો. લોકો પાસે જુગાર રમવા લાખો રૂપિયા છે પરંતુ બેકારી - કામધંધો નથી તેવા ગાણા ગાયા કરે છે. ગઈકાલે શહેર-તાલુકા પોલીસે ૪ રેઈડ કરી ૩ મહિલાઓ સહિત ૨૯ શખ્સોને ઝડપી લીધેલ.

શહેર પોલીસ ઈન્સપેકટર પી.ડી. દરજીના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ધોરાજી રોડ પર આવેલ સાધુ વાસવાણી સોસાયટીમાં લક્ષ્મી ટાવર એપાર્ટમેન્ટના ચોથા માળે જુગાર રમાતો હોય જે બાતમીના આધારે લક્ષ્મી ટાવરના ચોથા માળે જુગાર અંગેની રેઈડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નરેશ રમેશભાઈ છુંછા, હરેશ ત્રીકમદાસ રાયકંગોર (રહે. બન્ને સાધુ વાસવાણી સોસાયટી), રવિ કરશનભાઈ પાથર (રહે. જલારામનગર-૩), જગદીશ લીલારામ જીવાણી (રહે. ૪-તિરૂપતી બાલાજી સોસાયટી), દિલીપ બટુકભાઈ વિકાણી, જગદીશ બટુકભાઈ વિકાણી (રહે. બન્ને વિરાશકિત મંદિર પાસે), અનિલ હિરાનંદભાઈ ચાવડા (રહે. આંબલી શેરી), ભાવેશ સંતોષભાઈ ખટ્ટર (રહે. ચાંદની ચોક), પાલા આલાભાઈ વિરાણી, ધનજી રામદેવભાઈ માતંકા (રહે. બન્ને વિરાશકિત પાછળ), કમલેશ કિશોરભાઈ રાયકંગોર (રહે. આશાપુરા ચોક, કવાડિયા પ્લોટ), ચંદ્રેશ આશનદાસ કાકવાણી (રહે. આસોપાલવ એપાર્ટમેન્ટ), પરબત ઉકાભાઈ વિરાણી (રહે. વિરાશકિત પાછળ) તમામ ૧૩ શખ્સોને રોકડા રૂ. ૪૨,૩૫૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

બોરડી સમઢીયાળા ગામે ધાર વિસ્તારમાં જુગાર રમાતો હોય જે આધારે જુગાર અંગેની રેઈડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિશાલ કિશોરભાઈ મકવાણા, સંજય કમલેશભાઈ મકવાણા, મયુર કમલેશભાઈ મકવાણા, વિક્રમ દેવકુભાઈ મકવાણા, સોમા કાનજીભાઈ પરમાર (રહે. તમામ બોરડી સમઢીયાળા)ને રોકડા રૂ. ૧૪૭૨૦ સાથે પકડી પાડેલ.

વિરપુર પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ખરાવાડ પ્લોટમાંથી પસાર થતા પોસ્ટ ઓફિસ પાસે રાત્રે જુગાર રમતા હોય રેઈડ કરી ઉકા પોપટભાઈ વેકરીયા, વેલા નાનજી કાછડીયા, લલીત કેશુભાઈ વેકરીયા, જીતુ ભનુભાઈ કોટેચા, મુકેશ મોહનભાઈ રૂપારેલીયા તમામ શખ્સોને રોકડા રૂ. ૧૧૩૬૦ સાથે પકડી પાડેલ.

ભોજાધાર વિસ્તારમાં ભરતભાઈ મનસુખભાઈ ગુજરાતીના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળતા રેઈડ કરતા ત્રણ મહિલા, ત્રણ પુરૂષો જુગાર રમતા હોય જેમા અરૂણાબેન દિનેશભાઈ પીઠવા, રીનાબેન ભરતભાઈ નારીગ્રા, ભાવીશાબેન સુરેશભાઈ પીઠવા, રાજેશ પરસોતમભાઈ દેગામા, મૌલીક વનરાજભાઈ બારૈયા, ગોવિંદ મનસુખભાઈ ગુજરાતીને રોકડા રૂ. ૧૩,૪૯૦ તેમજ મોબાઈલ નંગ ૩ કિં. રૂ. ૮૦૦૦ મળી કુલ રૂ. ૨૧૪૯૦ સાથે ૬ શખ્સોને પકડી પાડેલ.

આમ કુલ ૪ રેઈડ દરમિયાન શહેર-તાલુકા પોલીસે જુગાર રમતા ૩ મહિલા સહિત કુલ ૨૯ શખ્સોને કુલ રૂ. ૮૯,૯૨૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

(1:07 pm IST)