Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જુનાગઢ જીલ્લાના ૭ પોલીસ સબ ઇન્સ્પેકટરની આંતરિક બદલી

વંથલી, માળીયા, ભેંસાણના ફોજદાર બદલાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩ : જુનાગઢ જિલ્લાના ૭ પોલીસ સબ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીએ વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં સાત પી.એસ.આઇ.ની બદલી માટે હુકમ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

જેમા લીવ રિર્ઝવ પી.એસ.આઇ. ડી.જી.બડવાની એમ.ઓ.બીમાં તથા વંથલીના એસ.એન. ક્ષત્રીયની લીવ રિર્ઝવમાં તેમજ લીવ રિર્ઝવ એ.પી.ડોડીયાની વંથલી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.જયારે માળીયા હાટીનાનીા પી.એસ.આઇ એ.બી. દતાની જુનાગઢ એ ડીવીઝનમાં બદલી કરી તેમની જગ્યાએ લીવ રિર્ઝવ એસ.આઇ.મંધરાને મુકવામાં આવેલ છે.ભેંસાણના એ.ડી.વાળાને લીવ રિર્ઝવમાં ટ્રાન્સફર ફરી તેમની જગ્યાએ લીવ રિર્ઝવ પી.એસ.આઇ. કે.એમ.ગઢવીને મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

(12:56 pm IST)