Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વિજયભાઇ રાઠોડ - મહામંત્રી પદે અમરશીભાઇ રાઠોડ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩ : રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી મનસુખભાઇ રામાણી મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઇ હેરભા સાથે વિચાર વિમર્ષ કરી જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે વિજયભાઇ જે. રાઠોડ અને મહામંત્રી પદે અમરશીભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મહામંત્રી નવીનપરી ગોસ્વામી, જસદણ વિસ્તારના ભાજપનાં પીઢ અગ્રણી અશોકભાઈ મહેતા, પુર્વ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદુભાઈ કચ્છી, જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, મહામંત્રી બીબીસી છાયાણી, મહામંત્રી મુકેશભાઈ જાદવ સહિત હોદેદારોએ પ્રમુખ અને મહામંત્રીની વરણીને આવકારી છે.

(12:12 pm IST)