Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગોંડલ નાગરિક સહકારી બેંકની સાધારણ સભા સંપન્ન : ત્રણ માસમાં એક કરોડની રીકવરી અને ૧૪ કરોડની થાપણનો રેકોર્ડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ : શહેરનાં અર્થતંત્ર માટે જીવાદોરી સાબીત બનેલી નાગરીક સહકારી બેન્ક ની છાસઠ મી સાધારણ સભા સેમળા પાસે નાં ગણેશ ગઢ ખાતે સભાસદો ની વિશાળ હાજરી વચ્ચે યોજાઇ હતી.

ગોંડલ રાજકોટ, દેરડી, જશદણ, સાણથલી, શાપર સહીત આઠ બ્રાંચ સાથે ૫૩૦૫૧ સભાસદો ધરાવતી અગ્રીમ નાગરીક સહકારી બેન્કની સાધારણ સભા ચેરમેન અશોકભાઈ પીપળીયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં બેન્કનાં વાઇસ ચેરમેન તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ બેન્કની પ્રગતિ અંગે ચેરમેન, ડીરેકટરો તથા સ્ટાફની જહેમત ની સરાહના કરી ચાલુ વર્ષે સભાસદ ભેટ,બાર ટકા ડિવિડન્ડ તથા નાગરીક બેન્ક માત્ર જીલ્લા પુરતી સિમીત નહીં રહેતાં ગુજરાતભરમાં શાખોઓ ખોલવાની જાહેરાત કરી હતી.

બેન્કનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા એ જણાવ્યું કે છેલ્લા ત્રણ માસમાં બેન્ક દ્વારા એક કરોડની રીકવરી કરાઇ છે. જયારે ૧૪ કરોડ જેવી થાપણ જમા થવાં પામી છે.માંડવીચોક મુખ્ય બ્રાંચનાં બિલ્ડીંગ પાસે ટ્રાફીકની સમસ્યા હોય આગામી સમયમાં અન્ય જગ્યાએ બેન્કનું અધ્યતન બિલ્ડીંગ બનશે તેવું જણાવ્યું હતું. તેમણે નાગરીક બેન્ક ની સેવા છેવાડાનાં વિસ્તાર સુધી સુલભ અને સરળ બને તેવી લાગણી વ્યકત કરી હતી. સભામાં ઉપસ્થિત બેન્કના ડીરેકટર પ્રહલાદભાઇ પારેખ સહકારી અગ્રણી મગનભાઈ ઘોણીયા, યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા, કનકસિંહ જાડેજા એ વેપારી આલમ તથાં આમ આદમી માટે નાગરીક બેન્ક પોતીકી બેન્ક હોવાનું જણાવી સહકારી ક્ષેત્રે નાગરીક બેન્ક અવ્વલ સ્થાન ધરાવે છે તેવું જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અગ્રીમ ગણાતાં માર્કેટ યાર્ડ દ્વારા યાર્ડની પ્રગતિમાં માર્ગદર્શક બની રાહબર બની રહેનારાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં તાજેતરમાં પ્રદેશ ભાજપ સહકારી સેલનાં ડીરેકટર પદે નિમણુંક પામેલાં કુરજીભાઇ ભાલાળાનું વિરોચિત સન્માન કરાયું હતુ. બેન્કનો વાર્ષિક અહેવાલ જનરલ મેનેજર દિલીપભાઇ ભટ્ટ દ્વારા રજુ કરાયો હતો. આભાર વિધી ડીરેકટર એડવોકેટ કાંતિલાલ સોરઠીયા એ કરી હતી જયારે સભા સંચાલન લિગલ એડવાઈઝર જે.બી.કાલરીયા તથાં પ્રફુલભાઇ ટોળીયા એ કર્યુ હતું.

(12:12 pm IST)