Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જસદણના માર્કેટીંગ યાર્ડમાં કુલ ૬૨૬ કવીન્ટલ જથ્થાની આવક રૂ.૫૯.૨૧ લાખનું ટર્ન ઓવર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૩: જસદણનાં  માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહયા છે. કોરોના સંક્રમણ ઘટતા હવે ફરીથી માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમતા થયા છે.ગ્રામિણ અર્થતંત્ર ધબકતું થયું છે. ગઇકાલે જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૫૦ કવીન્ટલ ચણા, દ્યઉં ટુકડા ૩૦ કવીન્ટલ, કાળા તલ ૩૬૦ કવીન્ટલ અને જીરૂ ૧૦૦ કવીન્ટલ સહિત કુલ ૬૨૬ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂ.૫૯.૨૧ લાખનું ટર્ન ઓવર થયું છે. જેના વિવિધ જણસના લદ્યુત્તમ ૨૦ કીલોના રૂ.૨૦૦ થી મહત્તમ રૂ. ૨૮૪૮ ઉપજયા હોવાનું તથા જીરૂના લધુત્ત્।મ રૂ.૧૨૦૦ થી મહત્ત્।મ રૂ. ૨૮૪૮ ઉપજયા હોવાનું જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઇ એન ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.

(12:12 pm IST)