Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જસદણ પંથકમાં કોરોના રસીકરણ આગળ વધારવા તંત્ર દ્વારા રાત્રી સભાનું આયોજન

આટકોટઃ જસદણ પંથકમાં કોરોના રસીકરણની કામગીરીને વેગ આપવા સ્થાનિક તંત્ર દ્વારા ગામડાઓમાં રાત્રી સભાનું આયોજન કરી રસીકરણની કામગીરી આગળ વધારી છે. હાલ દિવસે ગામડામાં ખેડૂતો ખેતરોમાં કામ કરતા હોય વેકસીન લેવા આળશ કરતા હોય તંત્ર દ્વારા રાત્રે ગામડામાં જઈ વેકસીન દેવામાં આવે છે. ગઈકાલે જસદણના ગોડલાધાર ગામે જઈ તંત્ર દ્વારા ૩૨ લોકોને વેકસીન દેવામાં આવી હતી. આ કામગીરીમાં જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંક ગલ્ચર, હેલ્થ ઓફિસર ડો. ધવલ ગોસાઈ, મેડીકલ ઓફિસર ડો. અફઝલ ખોખર, સરપંચ અશોકભાઈ ચાંવ, પિયુષ શુકલા સહિતના હાજર રહ્યા હતાં. (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(12:11 pm IST)