Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જીલ્લા કક્ષાની સંગીત સ્પર્ધામાં ગોંડલ સ્વર આરાધના સંગીત કલાસના નવ વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ૩ :.. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શાસનકાળના પાંચ વર્ષ પુરા થયા ત્યારે મોબાઇલ ટુ સ્પોર્ટસ ગાયન-વાદન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગોંડલ તાલુકામાં સ્વર આરાધના સંગીત કલાસીસના નવ વિદ્યાર્થીઓએ પ્રથમ - દ્વિતીય અને તૃતિય સ્થાને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી હવે આ વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ જશે અને મહારાજા સર ભગવતસિંહજીના ગોકુળીયા ગોંડલનું નામ રોશન કરશે.

આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મળતી સફળતા અપાવવાનું શ્રેય સ્વર આરાધના સંગીત કલાસીસના સંચાલક ઉમંગભાઇ દુર્લભભાઇ ધોણીયાને જાય છે કે જેઓ સંગીત ક્ષેત્રે બાળકોને નિરંતર માર્ગદર્શન આપી રહ્યા છે.

(12:11 pm IST)