Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

વીજ કંપનીની દાદાગીરી સામે ઘૂંટણીએ પડી વિરોધ કરતા હળવદના ખેડૂતો

લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામાં વળતર ચુકવવામાં અન્યાય કરાતા ખેડૂતોએ દંડવત કરી આવેદન આપ્યું

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૩: તાલુકા માં વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો રોષે ભરાયા છે. જેમાં લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામા વળતર ચુકવવામાં અન્યાય સામે આજે હળવદ તાલુકાના ૧૧ ગામના ખેડૂતોએ વીજ કંપનીની દાદાગીરી સામે ઘૂંટણિયે પડી દંડવત કરતા-કરતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જમીનનું યોગ્ય વળતર ચુકવવાની માંગ દોહરાવી હતી.

હળવદ પંથકના ૧૧ ગામોના ખેડૂતો મોરબી જિલ્લા કલેકટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને હળવદ પંથકમાં વીજ કંપનીની મનમાની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામા વળતર ચુકવવામાં અન્યાય સામે હળવદ પંથકના ખેડૂતો દંડવડ પ્રણામ કરતા કરતા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, આ રીતે અનોખો વિરોધ કરીને કલેકટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી. ખાસ કરીને લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન નાંખવામા હળવદના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાતું ન હોય આ શોષણ સામે ખેડૂતોએ એકજુટ થઈને અવાજ ઉઠાવ્યો હતો

જીલ્લા કલેકટરને ખેડૂતોએ આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, હળવદ, રાણેકપર, ઘનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જનાદેવળીયા, સરવદર પ્રતાપગઢ,ગામના લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન પ્રસ્થાપિત કરવા મંજુર થયેલ જમીનના વળતરના ભાવ રીવાઇઝ કરી આપવામાં અન્યાય થઈ રહ્યો છે.વધુમાં જણાવ્યું હતું કે હળવદ, રાણેકપર, ધનશ્યામપુર, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારીયા, ધનાળા, જનાદેવળીયા, સુરવદર, પ્રતાપગઢ ગામના ખેડૂતોની જમીનમાંથી લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન લાઈન પસાર થાય છે. જે અન્વયે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરબીનાઓ દ્વારા સત્ત્।ા ન હોવા છતા ટેલીગ્રાફ એકટની કલમ –૧૬(૧) અન્વયે મંજુરી આપેલ છે અને કલમ-૧૦(ડી) મુજબ જમીનનુ વળતર નકકી કરવામાં આવેલ છે. જેનો ખેડુતો તેનો સખત વિરોધ કર્યો હતો. ખેડતો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાને કલમ-૧૬(૧) અને ૧૦(ડી) મુજબ મંજુરી આપવાની કે વળતર નકકી કરવાની સત્ત્।ા રહેલી નથી. જે અંગે ખેડૂતોએ રજૂઆત કરી છે.

અધિક જીલ્લા મેંજીસ્ટ્રેટ મોરબીનાઓ દ્વારા આપેલ મંજુરી કાયદા વિરુધ્ધ હોય અને વળતર મંજુર કરવાની સત્ત્।ા ન હોવાથી ફરી જિલ્લા કલેકટર ખુદ પ્રોસીડીંગ ચલાવીને ખેડુતોની જમીન અંગે ટેલીગ્રાફ એકટની કલમ-૧૬(૧) મુજબ મંજુરી આપવા માટે તેમજ વળતર નકકી કરી આપવા માટે રૂબરૂ સાંભળી રજુઆતની તક આપી યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે. તેમજ ટેલીગ્રાફ એકટની કલમ -૧૬(૧) અને વર્ક લાસન્સી રુલ્સ ૨૦૦૬ ના નિયમ -૩ (બી) મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવવી જોઈએ અને નિયમ-૩(એ) મુજબ પરવાનો મેળવનારે જમીન માલીકની આગોતરી સંમતિ મેળવવી જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.

(12:10 pm IST)