Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જીલ્લામાં જુગારના ૩ દરોડા : ૧૪ પતા પ્રેમીઓ પતા ટીંચતા પકડાયા

ભાયાવદરના મેરવદર ગામે ૬, ગોંડલમાં પ અને પડધરીના મેટોડામાં ૪ શખ્સો પોલીસની ઝપટે પડી ગયા

રાજકોટ, તા. ૩ :  જીલ્લામાં જુગારના અલગ-અલગ ત્રણ દરોડામાં ૧૪ પતાપ્રેમીઓ પતા ટીંચતા પકડાયા હતા.

પ્રથમ દરોડોમાં ભાયાવદરના મેરવદર ગામની સીમમાં હેડ કો. મેહુલભાઇ સુવા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા રાજેશગીરી દિલસુખગીરી અપારનાથી કિશોર ચનાભાઇ વિઝુડા, ભલા નાથાભાઇ મકવાણા, રામશી લખમણભાઇ મોકરીયા,હિતેન્દ્ર પીઠાભાઇ વિઝુડા તથા ગોવિંદ જેઠાભાઇ ખાણીયા રહે. તમામ મેરવદરને રોકડા રૂ. ૧૪૪૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ગોંડલ નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પાસે રમાનાથ મંદિરની સામે ઝુપડામાંની બાજુમાં જાહેરમાં જુગાર રમતા અશોક બચુભાઇ વાઘેલા રહે. ગોંડલ કપુરીયા પરા શેરી નં. ૩, દિલીપ બીજલભાઇ સોલંકી રહે. ગોંડલ ઉમવાડા ચોકડી રમાનાથધામ પાસે ઝુપડામાં રાજુ બાબુભાઇ સોલંકી રહે. ગોંડલ ઉમવાડા ચોકડી પાસે રમાનાથ મંદિર સામે, બીજલભાઇ સોલંકી રહે. ગોંડલ ઉમવાડા ચોકડી રમાનાથધામ પાસે ઝુપડામાં તથા વિપુલ ઉર્ફે ઇકુ બાબુભાઇ વાઘેલા રહે. ગોંડલ ઉમવાડા ચોકડી રમાનાથધામ મંદિરની સામેને રોકડા રૂ. ૧૦રપ૦ અને ગંજીપતા સાથે પો. કો. વિશાલભાઇ સોલંકીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડોમાં પડધરીના મેટોળા ગામે પાદરમા આવેલ દરજીની દુકાન બહાર ઓટા પર જાહેરમાં જુગાર રમતા સતીશ મનસુખભાઇ જેઠવા, સ્ટલીંગ હોસ્પિટલની બાજુમાં હરસિધ્ધી સોસાયટી શેરી નં. ર રાજકોટ, દિલીપ રમણીકભાઇ રોધેલીયા રહે. કોઠારીયા રોડ રણુજા મંદિર બાજુમાં શ્યામ પાર્ક શેરી નં. ૩ રાજકોટ, રાજેશ હસરાજભાઇ ગોહેલ રહે. મેટોડા તથા ધવલ ગુણવંતભાઇ ગોહેલ રહે. હાલ કોઠારીયા પાવર હાઉસની બાજુમાં શીવધામ સોસાયટી રાજકોટ મુળ રહે. મેટોડાને રોકડા રૂ. ૧પ,૪૩૦ તથા ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. ર૮,૪૩૦ ના મુદ્દામાલ સાથે પડધરીના એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજાએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)