Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સુત્રાપાડાઃ અર્બન ટ્રી કલ્સટર અભિયાન

સુત્રાપાડાઃ ભારતના ૭પમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પર સંત નિરંકારી મીશન દ્વારા અર્બન ટ્રી કલ્સટર અભિયાનનો શુભારંભ  કર્યો છે. આ પ્રોજેકટને સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી સંપુર્ણ ભારતના રર રાજયોના ર૮૦ શહેરોની પસંદ કરેલ ૩પ૦ સ્થાનો પર ઉજવણી કરી જેમાં લગભગ ૧,પ૦,૦૦૦ વૃક્ષોને વાવીને ભવિષ્યને એક ઉજવલ સ્વરૂપ આપ્યું. વેરાવળ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભગવાનદાસ સોનૈયાએ જણાવ્યું કે ગુજરાતના ર૧ સ્થળો સહીત વેરાવળ ઝોનના વેરાવળ-દેદા, અલંગ તથા ભાવનગરની બ્રાંચોમાં ર૦૦ તથા તેનાથી વધુ વૃક્ષ વાવીને આ કાર્યક્રમને સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી સારી ીરતે સંપુર્ણ કરેલ.  અભિયાનની શુભારંભ કરતા સદગુરૂમાં સુદીક્ષાજી મહારાજએ કહયું કે પ્રાણવાયું, જો આપણે આ વૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે. ધરતી પર આનુ સંતુલન થાય છે ધરતી પર આનુ સંતુલન બનાવવા માટે આપણે સ્થળો સ્થળો પર વનોનું નિર્માણ કરવાનું આવશ્યક છે. સંત નિરંકારી મિશન તેમજ ગીવ મી ટ્રી સંસ્થા દ્વારા પાછલા ૪૪ વર્ષોમાં ૩.રપ કરોડથી વધારે વૃક્ષોને લગાવવામાં આવ્યા. સંત નિરંકારી મિશન તેમજ ગીવ મી ટ્રી સંસ્થાના સહયોગાત્મક પ્રયાસ રાષ્ટ્રને પર્યાવરણ સંરક્ષણના ઉદેશથી એક નવુ ઉદાહરણ સ્થાપીત કરવામાં સહાયતા પ્રદાન કરશે. અભિયાનનો પ્રારંભ કરાયો તે તસ્વીર.

(12:09 pm IST)