Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દ્વારકાધીશ ભગવાનના દર્શને અભિનેત્રી કનિષ્કા સોની

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૩ : જન્માષ્ટમી પર્વ પર દ્વારકાધીશના દર્શને મુંબઇના ટીવી સીરીયલના અભિનેત્રી કનિષ્કા સોની આવ્યા હતા.

કનિષ્કા સોની ઘણી બધી સીરીયલો, ચેનલોમાં કામ કરી ચૂકયા છે. તે ખાસ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી કે તે જીવનમાં ખૂબ જ આગળ વધે. દ્વારકાના અકિલાના પત્રકાર દિપેશ સામાણી સાથે ખાસ વાતચીત કરી હતી અને સાથે સાથે અકિલા પરિવારને જન્માષ્ટમીની શુભેચ્છા પણ પાઠવી હતી.

(12:08 pm IST)