Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ ઉછાળો માર્યો

મેલેરિયા ડેંગ્યુ શ્વેતકણ ઘટી જવા શરદી ઉધરસ તાવના દર્દીઓની સંખ્યામાં વધારો

વઢવાણ, તા.૩: સુરેન્દ્રનગર જિલ્લો કોરોના મુકત થવાના આરે છે. જિલ્લામાં કયાંય કોરોના મહામારીનો નવો કેસ નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લામાં શરદી,ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. સતત બે દિવસથી વરસાદના પગલે વાતાવરણ ભેજવાળું બની ચૂકયું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાએ ઉછાળો આવ્યો છે અને વાઇરલ ઇન્ફેકશનના રોગમાં પણ વધારો થયો છે.

તેવા સંજોગોમાં રોગચાળાની ઋતુ ગણાતા ચોમાસામાં વાઇરસ ઈન્ફેકશનને કારણે જાત જાતના રોગો થવાનું પ્રમાણ વધે છે. હાલમાં છેલ્લા કેટલાયે દિવસોથી વાદળ છાયુ ભેજવાળુ વાતાવરણ રહેતુ હોવાને કારણે પેટમાં દુઃખાવો, તાવ, શરદી-ઉધરસના દર્દીઓ વધી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુથી પ્રભાવિત દર્દીઓ વધી રહ્યા છે. જુદી જુદી હોસ્પીટલમાં સારવાર લેવા દર્દીઓના ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, શરદી-ઉધરસ અને પેટના રોગોનું પ્રમાણ વધ્યુ છે.

જિલ્લામાં કોરોનાના કેસોનું પ્રમાણ નહીવત છે, ત્યારે આ ઋતુજન્યરોગચાળાએ માથુ ઉંચકતા સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓ વધી રહ્યા હોવાનું જાણવા મળે છે. ભેજવાળા અને મિશ્ર વાતાવરણ વાળા આ દિવસોમાં રોગચાળાથી બચવા લોકોએ બહારનાં નાસ્તા-જંકફુડ ઠંડાપીણા-આઈસ્ક્રીમ વિગેરે ખાવાનું ટાળવુ જોઈએ. રોગ પ્રતિકારક શકિત વધે તેવો દ્યરનો તાજો પૌષ્ટીક ખોરાક જ લેવો જોઈએ અને પુરતી ઉંદ્ય લેવી જોઈએ, એક અઠવાડીયા સુધી સતત તાવ રહેતો હોય, શરદી, ઉધરસ રહેતા હોય તો તુરંત જ ટેસ્ટ કરાવી લેવા જોઈએ, અને તબીબની સલાહ સારવાર લેવી જોઈએ. એ હવે સતત જરૂરી બન્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળાએ ઉછાળો આવ્યો છે તાવ શરદી ઉધરસ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગ ચાળા એ ઉછાળો આવ્યો છે ખાસ કરીને શ્વેત કણ દ્યટી જવા ના દર્દીઓમાં વધુ લક્ષણો દેખાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળી રહી છે. બીજી તરફ બાળકો પણ વાઇરલ ઇન્ફેકશનના ભોગ બનતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે બાળકોમાં પણ તાવ ઉધરસ શરદી અને વાઇરલ ઇન્ફેકશનના કેસોની સંખ્યામાં વધારો થયો છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર પંથકમાં ભેજવાળા વાતાવરણ વચ્ચે રોગચાળાએ ઉછાળો મારતા સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે મોટાભાગના દર્દીઓ ને સ્વેતકણ દ્યટી જવાના લક્ષણો વર્તયા છે. ડેગ્યું જેવા કેસોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લા માં વધારો નોંધાયો છે.સુરેન્દ્રનગર શહેર ની એક ખાનગી હોસ્પિટલમાં ૧૦ જેટલા કેસો ડેગ્યું ના નોંધાયા છે.બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇરલ ઈન્ફેકસન ના કેસો પણ વધ્યા છે.

વઢવાણ સંયુકત નગરપાલિકા માં આવેલા મેલેરીયા વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ફોગીગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર મેલેરિયા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં પાણીના ટાંકામાં મચ્છરજન્ય રોગ ન થાય તે હેતુથી દવા છંટકાવની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પીડીયાટ્રીક રોગોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે બાળકો બે ઋતુ ભેગી થઈ ગઈ હોવાના પગલે અને ભેજવાળું વાતાવરણ હોવાના પગલે બાળકોમાં રોગચાળાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી સી.જે હોસ્પિટલમાં એક જ હોસ્પિટલમાં ૨૭ બાળકોને ચાર દિવસ માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.જેમાં તાવ વાઈરલ ઈન્ફેકસન ઉધરસ કફ થઈ જવો જેવા લક્ષણો બાળકોમાં પણ દેખાયા છે અને શ્વેત કણ દ્યટી જવાના લક્ષણો પણ બાળકો માં દેખાયા છે ત્યારે માતા-પિતા સતર્ક બની અને બાળકોને પોષણક્ષમ ખોરાક આપે અને ગરમ પાણી બને ત્યાં સુધી આપે તેવી અપીલ સુરેન્દ્રનગરના પીડીયાટ્રીક રોગોના નિષ્ણાત નિદાન કારો દ્વારા આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલોમાં ડોકટરો તથા પૂરતી વ્યવસ્થા ન હોવાના પગલે હાલમાં આવા રોગચાળાના આ સમયગાળામાં નાના વર્ગના લોકોને પણ ખાનગી હોસ્પિટલો નો સહારો લેવો પડી રહ્યો છે ઊંચી કેસ ફી આપી અને બાળકો તથા દર્દીઓ નો ઈલાજ કરવો પડી રહ્યો છે ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની જે વઢવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં કોઈ સર્જન ના હોવાનું શહેરીજનો દ્વારા જાણવા મળ્યું છે બીજી તરફ સરકારી હોસ્પિટલ કે જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ પૂરતા રોગોના નિષ્ણાત ડોકટર ન હોવાનું પણ શહેરીજનો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે આવા રોગચાળાના સમયગાળામાં પૂરતો સ્ટાફ તથા વ્યવસ્થા સરકારી હોસ્પિટલમાં તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી માંગણી શહેરીજનોની ઊભી થવા પામી છે.

(12:08 pm IST)