Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ઉદયપુરના સ્વીમીંગપુલમાં ન્હાતા

સુરેન્દ્રનગરના યુવાનનું ડૂબી જતા કરૂણ મોત

વઢવાણ,તા.૩: રાજસ્થાનનાં ઉદયપુર ખાતે સ્વીમીંગપૂલમાં ન્હાવા જતી વખતે સુરેન્દ્રનગરનાં આશાસ્પદ યુવાનનું અકસ્માતે મોત થતા ઘેરા શોકની લાગણી ફેલાવા પામેલ છે.

વિગત એવી છે કે, સુરેન્દ્રનગરનાં ૮૦ ફુટ રોડ ઉપર રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ હડીયલનો યુવાન પૂત્ર આશરે ૨૨ વર્ષનો દર્શન ઉદયપૂર ખાતે એક રીસોર્ટમાં આવેલ સ્વીમીંગ પુલમાં ન્હાવા જતા તેને પૂલમાં કશુક વાગ્યુ હતુ. આથી તે બહાર આવી ને બેઠો હતો અને ચકકર આવતા ફરી સ્વીમીંગ પૂલમાં પડી જતા ડુબી જતા તેનું મૃત્યુ થયુ છે. બનાવની જાણ થતા તેના પરીવારજનો ઉપર આભ તૂટી પડયુ હતુ. તેમજ શહેરમાં દ્યેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી મૃતક દર્શનનો હજુ હમણા જ ૨૯ ઓગસ્ટે જન્મદિવસ ઉજવાયો હતો. તેના અકાળે અવશાનથી પરીવાર શોકમગ્ન બન્યો છે.

(12:08 pm IST)