Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગોંડલના મોવિયા ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

દારૂ સહિત ર.૧ર લાખનો મુદામાલ કબ્જેઃ પી.એસ.આઇ. એમ. જે. પરમાર તથા ડી. પી. ઝાલાનો દરોડો

તસ્વીરમાં દારૂનો જથ્થો અને પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૩: ગોંડલના મોવિયા ગામની સીમમાં તાલુકા પોલીસે રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ગોંડલના મોવિયા ગામની સીમમાં સુરેશ ઉર્ફે મીંડી પરસોતમભાઇ ભાલાળા રે. મોવિયા તેની વાડીમાં દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાલુકાના પી.એસ.આઇ. એમ. જે. પરમાર તથા પી.એસ.આઇ. ડી. પી. ઝાલાની ટીમે રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ૬૮૬ કિ. ર.૦૯ લાખ તથા એક મોબાઇલ મળી કુલ રૂ. ર.૧ર લાખના મુદામાલ સાથે આરોપી સુરેશ ઉર્ફે મીંડી તથા સમેશ ભાવજી ગણાવા આદિવાસી રે. મોવિયાને ઝડપી લીધા હતા જયારે રાજકોટના દિપક મકવાણાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:08 pm IST)