Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જસદણના સોમલપરના સંતોષ કોળીને દેશી બંદુક સાથે એસઓજીએ ઝડપી લીધો

ખેતી પાકના રક્ષણ માટે જાતે દેશી બંદુક બનાવ્યાની સંતોષની કબુલાત

રાજકોટ, તા., ૪: જસદણના સોમલપર ગામના કોળી શખ્સને દેશીબંદુક સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખતા ઇસમો પર વોચ રાખી વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. બ્રાંચના માણસો જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો.હેડ કોન્સ. જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાંધલને સોમલપર ગામની સીમમાં રહેતા સંતોષ ભોળાભાઇ સોલંકીએ  સોમલપર ગામની સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીએ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખેલ હોવાની મળતી સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુરને ગે.કા. હથીયાર સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ સંતોષ કોળીએ રોઝડાના ત્રાસથી પાકના રક્ષણ માટે જાતે દેશી બંદુક બનાવ્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. પકડાયેલ શખ્સને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

(12:07 pm IST)