Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કાલે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વિવિધ મીઠાઇઓના છપ્પનભોગ અન્નકોટ દર્શન

( હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર, તા.૩: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળગપુરધામમાં આવેલ પ્રશિદ્ઘ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણમાસ ના પાવન પર્વે આજરોજ તારીખઃ ૩/ ૯/૨૧ને શુક્રવારના રોજ 'પેડાના અન્નકોટ દર્શન'  રાખેલ છે તેમજ અન્નકોટ આરતી સવારે ૧૧:૧૫ કલાકે કરવામાં આવેલ હતી તેમજ 'અન્નકોટ દર્શન'  સવારે ૧૧:૧૫ થી બપોરના ૧: વાગ્યાં સુધી રાખેલ છે, આજના અન્નકોટના યજમાન 'શ્રી બાંઝા રાયસંગ પરિવાર, ખાંભડા તરફથી આજનો અન્નકોટ છે, આ ઉપરાંત આવતીકાલે તારીખઃ ૪/૯/૨૧ના શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજિત દાદાના દરબારમાં આવતીકાલે વિધ વિધ જાતની મીઠાઈઓના 'છપન ભોગ અન્નકોટ દર્શન' નું દિવ્ય આયોજન કરેલ છે આવતીકાલે 'છપનભોગ ની આરતી  સવારે ૧૧: ૩૦ પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી ઉતારશે તેમજ અન્નકોટ દર્શન સવારે ૧૧: ૧૫ થી સાંજના ૪: ૦૦ વાગ્યાં સુધી રાખેલ છે, આ ઉપરાંત શ્રાવણમાસ અમાસને સોમવારના તારીખઃ ૬/ ૯/૨૧ ના રોજ દાદાના દરબાર માં દાદા ના ભકતજનો દ્વારા દાદાને અનેક જાતના અથાળાના અન્નકોટ દર્શન  રાખેલ છે જ આ અથાળા દરેક ભકતજનો ધરે બનાવીને દાદા ને અન્નકોટ માં ધરાવશે શ્રાવણમાસ નો અંતિમ દિવસ હોય સૌ હરી ભકતજનો પોત , પોતાની રીતે ધરે અથાણું બનાવીને દાદાના અન્નકોટમાં ધરાવનાર છે, વિશેષમાં આવતીકાલે શનિવારના ઙ્ક છપન ભોગ અન્નકોટ ઙ્ક સાથે ભવ્ય દિવ્ય ફૂલોનાં શણગાર દર્શન ઙ્ક પણ સાથોસાથ રાખેલ છે શ્રાવણમાસ દરમ્યાન સાળગપુરધામમાં આવેલ પૂજય સદગુરૂદેવશ્રી ગોપાળાનંદ સ્વામીજીની પાવન તપોભૂમિમાં અને પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી તેમજ સતત પ્રયત્નશીલ રહે એવા સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આખો શ્રાવણમાસ આ તપોભૂમિમાં દાદા ના દરબાર માં અનેક વિધ ફૂલોના શણગાર દર્શન, ભવ્ય અન્નકોટ દર્શન, શિવ મંદિરમાં વિશેષ પૂજા વગેરે કાર્યક્રમો ભકિતમયના દિવ્ય માહોલમાં થયેલા હતા શ્રાવણમાસના અંતિમ ચરણમાં પણ દિવ્ય અન્નકોટ દર્શન, પુષ્પોના શણગાર દર્શનના દર્શનનો સૌ હરી ભકતજનો રૂબરૂ તેમજ ઓનલાઇન દ્વારા ઘર બેઠા યુ ટ્યુબ સાળંગપુર હનુમાનજીમાં લાભ લેશો જ યાદી સ્વામી શ્રી ડી, કે, સ્વામીજી ની યાદીમાં જણાવાયું છે.

(12:06 pm IST)