Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સાત હનુમાનદાદાના સાનિધ્યમાં

ખીરસરા જુથ સેવા સહકારી મંડળીની ખેડૂત સભાસદોની સાધારણ સભા યોજાઇ

પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ભિખાભાઇ સાગઠીયાની ઉપસ્થિતી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૩: ખીરસરા જુથ સેવા સહકારી મંડળીના ખેડૂતોની સાધારણ સભા મંડળીના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા ની ઉપસ્થિતિમાં મળેલ જેમાં રાજકોટ ડીસ્ટ્રીક બેન્ક મેટોડા જીઆઇડીસીના બ્રાંચ મેનેજર કે.આર.દોગા તેમજ રાજકોટ લોધીકા સંદ્યના ડિરેકટર મુકેશભાઈ કમાણી રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા રાજકોટ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જિલ્લા પંચાયત દંડક મુકેશભાઈ તોગડિયા તેમજ ખીરસરા સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો તેમજ ખીરસરા જુથ સેવા સહકારી મંડળી ના ખેડૂત સભાસદો ઉપસ્થિત રહેલ તેમજ કોરોના ની બીજી લહેર મા મૃત્યુ પામેલ લોકો ના આત્માની શાંતિ માટે બે મિનિટ નું મોન પાળી સભાનો કાર્યકમ આગળ વધારવા આવેલ સરકાર તરફથી ખેડૂતો ને મળતી વિવિધ પ્રકારની યોજનાઓ ની વિસ્તૃત માહિતી મંડળીના સહમંત્રી અરવિંદભાઈ સાયપરીયાએ આપેલ તેમજ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મળતી પ્રજા લક્ષી યોજનાઓ આકસ્મિક વિમા યોજના ની વિસ્તૃત માહિતી ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા એ લોકોને સમજાવેલ તેમજ રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ લોધીકા સંઘ રાજકોટ જીલ્લા બેંક તેમજ જીલ્લા પંચાયતના વડાઓની ટીમ બનાવી બાગાયતી ખેતી ની યોજના બનાવવા નું આયોજન કરી રહેલ છે તેમ ખીરસરા જુથ સેવા સહકારી મંડળી પ્રમુખ રાજકોટ લોધીકા સંધના ચેરમેન શ્રી નરેન્દ્રસિહ જાડેજા એ જણાવેલ તેમજ ગીર ગાયોની ગૌવશાળા બનાવવા માટે ખેડૂતો આગળ આવે સારી ઓલાદ ના ખુટ હું મારી ગૌશાળામાંથી આપીશ તેમજ જયેશભાઈ રાદડિયા પણ એક બીજા વિઠ્ઠલભાઈ ની જેમ અત્યારે ખેડૂતો ના કામો કરી રહીયા છે તેવી રાજકોટ લોધીકા સંધના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા એ જણાવેલ તેમજ રાજકોટ જીલ્લા બેંક મેટોડા જીઆઇડિસી ના બ્રાન્ચ મેનેજર કે.આર.દોગા બેંકની ખેડૂતો માટેની વિવિધ સુવિધાઓ વિષે વિસ્તૃત માહિતી ખેડૂતો ને આપેલ મંડળીના મંત્રી શ્રી ધરમશીભાઇએ મંડળીની આવક નફા નુકસાન તેમજ વાર્ષિક ખર્ચનો અહેવાલ ખેડૂતોને વાંચી સંભળાવેલ તેમજ સામાન્ય સભામાં ખીરસરા મંડળીના તમામ ખેડુત સભાસદો ઉપસ્થિત રહેલ તેમજ કાર્યકમનુ સંચાલન સમિતિ સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ સંભાળેલ સભા સંપન્ન થતાં તમામ લોકોએ સાત હનુમાનજીની આરતીના દર્શન કરી ભોજન કર્યુ હતું.

(12:05 pm IST)