Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ત્રણ કાળા કૃષિ કાયદા રદ્દ કરવા માટે ચોટીલાથી દિલ્હી ૧૩૫૦ કિમીની સાયકલ યાત્રા

રાજકિય, ખેડૂત અગ્રણીઓએ યાત્રીને સન્માનિત કરી પ્રસ્થાન કરાવ્યું

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૩ : દિલ્હી મુકામે છેલ્લા આઠ મહિનાથી ચાલતા કેન્દ્ર નાં ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવા માટે સૌરાષ્ટ્ર ના ખેડૂત આગેવાન હરેશભાઈ પુજારા ચોટીલા ખાતે માં ચામુંડા માતાજી દર્શન કરી સાયકલ દ્વારા દિલ્હી રાષ્ટ્રપતિ ભવન પહોંચવા ગુરૂવારના રવાના થયેલ છે.

રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી આ કૃષિ કાયદા રદ કરવા બાબત રજુઆત કરવામાં આવશે અને ગુજરાત નાં ખેડૂતો વતી આ લડતને સમર્થન આપશે છેલ્લા નવ મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય કીસાન સંગઠન ગુજરાત નાં અને સાંતલપુર તાલુકાના પ્રમુખ એવાં હરેશભાઈ પુજારા ચોટીલા થી દિલ્હી મુકામે સાયકલ યાત્રા આજે ચોટીલા થી ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, આપ દેવકરણ જોગરાણા, અખંડભારત રાષ્ટ્રીય સંઘના ધર્મેન્દ્રભાઇ પટેલ, અમીત શર્મા, નવિનભાઇ પુજારા, મધુબેન રાજપુત, હિતેશભાઇ પટેલ, ઇન્દ્રજીતસિંહ ઝાલા સહિતના ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહી યાત્રીને સન્માનિત કરી પ્રસ્થાન કરાવેલ

આ યાત્રા મૂળી, સુરેન્દ્રનગર, વિરમગામ, બહુચરાજી, મહેસાણા, પાલનપુર આબુ રોડ થઈને ૨૭ દિવસે તા. ૨૯ ના દિલ્હી પહોચશે.V

(12:05 pm IST)