Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જન્માષ્ટમી નિમિતે ઉમાધામ સીદસરમાં માઇભકતો ઉમટી પડ્યા હજારો શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૩: જામજોધપુર તાલુકાના સીદસરમાં કડવા પાટીદારના કુળદેવીમાં ઉમિયાનું પાવન ધામ જન્માષ્ટમીના પાવન તહેવાર નિમિતે ભકતોની ભીડથી ગુંજી ઉઠ્યું હતું કોરોનાંને લીધે ભકતોમાંના દર્શન કાજે આવી શકયાના હતા જે આજે પવિત્ર જન્માષ્ટમી નિમિતે માઇભકતોએ હજારોની સંખ્યામાં ના શ્રી ચરણોમાં શીસ જુકાવી ધન્ય બન્યા હતા સાતમ આઠમ સતત બે દિવસ સુધી શ્રદ્ઘાળુઓ ની લાંબી કતાર માં ના દર્શન કાજે આવી પહોંચેલ મંદિરની ભવ્યતા અને દિવ્ય વાતાવરણથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો મંદિર પ્રસાશન દ્વારા પણ કોરોનાં ગાઈડ લાઈનનું પાલન થાય તેવા પૂરતા પ્રયાસો હાથ ધરાયા હતા ગાડીઓની લાંબી લાઈનો રસ્તાની બન્ને સાઈડમાં જોવા મળેલ માં ઉમિયાના પાવન દર્શન કરી લોકો હર્ષોઉલ્લાસ સાથે ગાર્ડન અને વેણુ કિનારે ટહેલતા નજરે પડતા હતા.

(12:06 pm IST)