Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કૃષ્ણજન્મના વધામણા બાદ વડિયા વિસ્તારમાં હેત વરસાવતા મેઘરાજા

વરસાદી માહોલ, પાકને જીવતદાન-ખેડૂતોમાં ખુશીનો માહોલ ભારે વરસાદની આશા સાથે ધીમીધારે વરસાદનું આગમન

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ર : સમગ્ર ગુજરાત આજે મેઘરાજા ની ચાતક ની નજરે રાહ જોઈ ને બેઠું છે ત્યારે ગુજરાત માં જન્માષ્ટમી ના તહેવારે  દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ના વિસ્તારો માં પણ વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા ના વડિયા માં પારણા નોમ ના દિવસે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો.બપોર બાદ પાંચ વાગ્યાં થી ધીમી ધારે વરસાદ નુ આગમન થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી માહોલ સર્જાતા જાણે કૃષ્ણ જન્મ ના વધામણાં કરવા ખુદ મેઘરાજા પધાર્યા હોય તેમ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ના ઉભો પાક જે ચાતક નજરે વરસાદ ની રાહ જોતો હતો તેને જીવતદાન મળતા તહેવાર ની સાથે વરસાદ નુ આગમન થી ખેડૂતો માં પણ ખુશી નો માહોલ સર્જાયો હતો. જોકે ભારે વરસાદ ની અપેક્ષા હતી પરંતુ ધીમી ધારે પણ વરસાદી માહોલ સર્જાતા ખુશી નો માહોલ અને વાતાવરણ માં ઠંડક જોવા મળી હતી.

(12:02 pm IST)