Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કણકોટમાં ઓરિસ્સાની સંગીતાને ભરઉંઘમાં સાપે દંશ મારતાં મોત

ત્રણ દિકરી મા વિહોણી થતાં મજૂર પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૩: કણકોટમાં સાપ કરડી જતાં ઓરિસ્સાની મજૂર મહિલાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

કણકોટ રહેતી સંગીતાબેન રોહિત માંઝી (ઉ.વ.૩૨) રાત્રે રૂમમાં સુતી હતી ત્યારે એકાદ વાગ્યે સાપે દંશ મારી દેતાં પતિ રોહિતે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. સંગીતાબેનના મોતથી ત્રણ માસુમ દિકરીઓ મા વિહોણી થઇ જતાં ગમગીની છવાઇ ગઇ હતી.હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે તાલુકા પોલીસમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતકનો પતિ લોખંડ કામની મજૂરી કરે છે.

(12:02 pm IST)