Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સુકી સાજડીયાળીના સરપંચની કોરોનાકાળમાં નોંધનીય કામગીરી

ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની સમજાવટથી લોકડાઉન અમલમાં અને રસિકરણમાં પણ ગામ આગળ રહ્યું

રાજકોટ તા. ૩: કોરોનાના ભરડામાં ગામડાઓ પણ  બાકાત રહ્યા નહોતાં.  ગામડાઓમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે તંત્રવાહકોની સાથે ગામના આગેવાનો, સરપંચો દ્વારા પણ જહેમત ઉઠાવાઇ હતી. રાજકોટ તાલુકાના સુકી સાજડીયાળી ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ (હકુભા) લાખુભા જાડેજાએ પણ ગામને કોરોના મુકત રાખવામાં સફળતા મેળવી હતી.

તેમણે ગામલોકોમાં જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયાસો કર્યા છે. કોરોના લોકડાઉન દરમિયાન પણ ગામમાં પોતે જાગૃતિ ફેલાવી, લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે એ માટે જાતે ઘરે ઘરે જઈને ગામ લોકોને સમજણ આપીલ હતી. ઉપરાંત કોરોનાના રસિકરણમાં પણ આ ગામ આગળ રહ્યું છે. તાજેતરમાં રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં બાકી રહી ગયેલા ગામલોકોની સાથે બહારથી મજૂરી માટે આવેલા આદિવાસી પરિવારોને પણ રસી અપાવી હતી. ગામલોકોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ (હકુભા) લાખુભા જાડેજાની કામગીરીને બિરદાવી પ્રશંસા કરી હતી.

(12:02 pm IST)