Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ઉપલેટાના નટવર રોડ પર વહેલી સવારે જુનવાણી મકાન ધરાશાયી

નગરપાલિકાને ત્રણથી ચાર વખત લેખિત રજૂઆત કરવા છતા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાયા

( ભરત દોશી દ્વારા ) ઉપલેટા,તા. ૩:  શહેરમાં જીકરીયા ચોક પાસે નટવર રોડ પર વહેલી સવારે એક જુનવાણી મકાન ધરાશાયી થયુ હતુ. આજરોજ વહેલી સવારે નટવર રોડ પર આવેલ એક જુનવાણી મકાન ધરાશાયી થતા નીચે આવેલી બે દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી આ બંધ રહેતા મકાનના માલિકને અનેકવાર રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા આ મકાન ધરાશાયી થયુ હતુ તેમજ ઉપલેટા નગરપાલિકાને પણ ત્રણથી ચાર વખત લેખિત રજૂઆત કરવા છતા પણ નગરપાલિકાએ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા સદનસીબે આ મકાન વહેલી સવારે ધરાશાયી થયુ હતુ પરંતુ જો દિવસના આ દ્યટના બની હોત તો સતત ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ચોક્કસ મોટી જાનહાનિ થાત અને દિવસ દરમિયાન દુકાનધારકો પોતાની દુકાનમાં બેસીને વેપાર કરતા હોય ત્યારે વેપારી અને દુકાનમા આવતા ગ્રાહકોને પણ ઈજાઓ થઈ હોત. ત્યારે સવાલ એ થાય છે કે નગરપાલિકાને રજૂઆત કરવા છતા તંત્રની આટલી ગંભીર બેદરકારીને કારણે આ ઘટના ઘટી હતી ત્યારે ઉપલેટામાં આવી તો અનેક જર્જરિત બિલ્ડિંગો આ વિસ્તારમાં અને શહેરના અન્ય વિસ્તારમાં આવેલી હોવાનુ લોકોએ જણાવેલ હતુ. ત્યારે હવે તંત્ર શું પગલા લે છે એ જોવાનુ રહ્યુ.

(11:16 am IST)