Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જુનાગઢ પોલીસ તંત્રનું બહુમાન

જુનાગઢ : દત અને દાતાર ભૂમિ એવી  સોરઠ નગરી મા દરેક તહેવારો સામાન્ય પરિસ્થિતિમાં પરંપરાગત રીતે ઉજવાતા હોય છે જેમાં પોલીસ તંત્ર ની ભૂમિકા અગત્ય ની હોય છે જ્યારે વર્તમાન કોરોના મહામારીમાં ઉજવાતા તહેવારોમાં પોલીસ તંત્ર ની જવાબદારી વિશેષ બની જતી હોય છે એક તરફ સરકારની ગાઈડ લાઇન બીજી તરફ જન સમુદાય ની અપેક્ષા તેવી પરિસ્થિતિ માં પોલીસ માટે કસોટી નો સમય હોય છે ત્યારે તાજેતર મા પૂર્ણ થયેલ મહોરમ પર્વ સુલેહ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયેલ જેમાં પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવી બખૂબી ફરજ નિભાવતા કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ  બટુકભાઈ મકવાણા મુનાબાપુ દાતારવાળા જિશાન હાલેપોત્રા વહાબ ભાઈ કુરેશી.સોહેલ સિદ્દીકી. દ્વારા પોલીસ અધીક્ષક   રવિતેજા વાસમ સેટી. નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા. બી ડિવિઝન પી.આઇ.  રાઠોડ નું સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી બહુમાન કરવામાં આવેલ.                     

(10:19 am IST)