Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પત્ની અને પુત્રને ભરણપોષણ ન ચૂકવનાર પતિને જેલ હવાલે કરતી અંજાર કોર્ટ

કોર્ટના આદેશનું પાલન ન કરાતા બે મહિના જેલ હવાલે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : અદાલતના આદેશને અવગણના કરવા બદલ અંજારના શખ્સને બે મહિના માટે જેલ હવાલે કરાયો છે.

અંજારના કોમલબેન દ્વારા પોતાના પતિ કિરણ ચેતન મેસુરાણી સામે પોતાના અને પુત્રના ભરણપોષણ માટે દાવો કરાયો હતો. જે દાવો અંજાર કોર્ટે મંજૂર કરી ભરણપોષણ માત્ર મહિને ત્રણ હજાર અને વળતર માટે ૨૫ હજાર ચૂકવવા આદેશ કર્યો હતો. પણ પતિ કિરણ મેસુરાણીએ કોર્ટના આદેશનું પાલન ન કર્યું હોઈ કોર્ટે તેને ૬૦ દિવસ માટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં અગાઉ પુત્ર દક્ષના કબજા માટે પતિ કિરણે કરેલી અરજી પણ અદાલતે નામંજૂર કરી હતી. અરજદાર કોમલબેનના વકીલ તરીકે સામતભાઈ ગઢવી, ગોવિંદભાઈ ગઢવી અને અલ્પેશભાઈ બારોટે દલીલો કરી હતી.

(10:15 am IST)