Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સાવધાન કચ્છમાં હજીયે કોરોનાની હાજરી : નવા ૧ દર્દી સહિત કુલ ૮ દર્દી : વધુ ૨ શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટની કાર્યવાહી

બેંગ્લોરથી આવેલ વ્યકિત કોરોનાથી સંક્રમિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : કચ્છમાં આરોગ્યતંત્ર દ્વારા રસીકરણ ઝુંબેશ વ્યાપક બનાવાઈ છે. તે વચ્ચે કોરોનાની હાજરી વરતાઈ રહી હોઈ હજીયે વધુ સાવધાની રાખવાની જરૂરત છે. અત્યારે નખત્રાણા તા.ના ટોડિયા ગામના વ્યકિત કોરોનાથી સંક્રમિત હોવાનું નોંધાયું છે.

થોડા દિવસો પહેલા તે બેંગ્લોરથી આવ્યા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તે વચ્ચે ભુજ અને અંજારમાં એક એક મળી બે શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. તો, અત્યારે આરોગ્યતંત્ર ના ચોપડે કચ્છ જિલ્લામાં કોરોનાના કુલ ૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

(10:15 am IST)