Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કાલાવડ હીરપરા કન્યા વિદ્યાલયનું ગૌરવ

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત બી.બી. એન્ડ પી.બી. હરીપરા કન્યા વિદ્યાલય તથા કાલાવડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા કન્યા પ્રાથમીક વિદ્યાલય તથા અકબરી કન્યા છ્રાત્રાલય ની ૬ વિદ્યાર્થીઅઓએ શ્રેષ્ઠ દેખાવ કરી ગૌરવ વધાર્યુ છે. માર્ચ ર૦ર૧નું ધોરણ ૧ર (સામાન્ય પ્રવાહ)નું ગુજરાત માધ્ય. અને ઉચ્ચ. માધ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલ પરીણામમાં હીરપરા કનયાવિદ્યાલય કોમર્સમાં પ્રથમ રામાણી જાનવી કિશોરભાઇ ૯ર.૮ પીઆર ગ્રેડ એ-ર દિવતીય મોલીયા કીન્સી તુલસીભાઇ ૯૮.૪૩ પીઆર એ-ર તૃતીય હપાણી શિવાંગી કરશનભાઇ ૯૭.પ૩ પીઆર ગ્રેડ એ-ર આર્ટસમાં પ્રથમ બુસા જાનવી જીતેન્દ્રભાઇ ૯પ.પપ પીઆર ગ્રેડ બી-૧ દ્વિતીય ગમઢા બંસી ચંદુલાલ ૯ર.૪પ પીઆર ગ્રેડ બી-૧ તૃતીય કોટડીય દિશા મગનભાઇ ૮૯.૦૪ પીઆર ગ્રેડ બી-૧ સાથે સિધ્ધી મેળવી સંકુલનું ગૌરવ વધારેલ છે. તસ્વીર તેજસ્વી છાત્રાની છે.

(12:02 pm IST)