Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પત્નિએ અરજી કરતાં દિલીપ ડરી ગયોઃ મહિલા પોલીસ સ્ટેશન બહાર ઝેર પીધું

સુરેન્દ્રનગરનો બનાવઃ લખતરના ઢાંકીના યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૩: લખતરના ઢાંકી ગામે રહેતાં અને ફ્રુટની ફેરી કરતાં દિલીપ વાલજીભાઇ વીરમગામા (દેવીપૂજક) (ઉ.વ.૩૦) નામના યુવાને સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશન બહાર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર જાણ કરી હતી.

દિલીપના લગ્ન દસ વર્ષ પહેલા વિજુ સાથે થયા છે. સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પત્નિ વિજુના કહેવા મુજબ તેને પતિ દિલીપ મારકુટ કરી હેરાન કરતો હોઇ જેથી તેણે સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ દિલીપ વિરૂધ્ધ અરજી કરી હતી. આથી પોલીસે તેને પુછતાછ માટે બોલાવતાં તે ડરી ગયો હતો અને પોલીસ સ્ટેશનની બહાર જ ઝેરી દવા પી ગયો હતો. અમને જાણ થતાં અમે તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. 

(11:52 am IST)