Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મોરબીના અનિશ પીઠડિયાની હત્યાનો આરોપી જાબિર પીલુડિયાને પોલીસે તુર્ત જ ઝડપી લીધો

મોરબી તા. ૩ છે. મોરબીની ઘાંચી શેરીના રહેવાસી અનીશ રફીકભાઈ પીઠડીયાને ઘર પાસે બાઈક રાખવા બાબતે આરોપી જાબીર સીદીક પીલુડીયા સાથે બોલાચાલી થઇ હતી જે બનાવમાં આરોપી જાબીર પીલુડીયાએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીંકી મોત નીપજાવી આરોપી નાસી ગયો હતો જે બનાવ મામલે ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન, એલસીબી અને એસઓજી ટીમે તપાસ ચલાવી હતી હત્યાનો ગુન્હો નોંધી હત્યાના બનાવની તપાસ એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલને સોપવામાં આવી હોય જેમાં પોલીસ ટીમે આરોપીને રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો શનાળા ગામ રાજપર ચોકડી પાસેથી આરોપી નાસી જવાની ફિરાકમાં હોય દરમીયાન આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગારની બામતી મળતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ચંદુ સીધ્ધીભાઈ વરધરીયા, રમેશ બાબુભાઈ સાતોલા, દિનેશ નાથાભાઈ નગવાડિયા, ચંદુ જીવાભાઈ ઉધરેજા અને રવજી બાબુભાઈ મકવાણા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૮૦૦ જપ્ત કરી છે.

માળીયાની કુંભાર શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે માળીયા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા સલીમ બરકતઅલી ધમાણી, જયેશ મગન મીરાણી, યાસીન અયુબ ભટ્ટી, હાજી હુશેન પારેડી, ચંદુ પ્રભુ કુરિયા, ભાવેશ તેજ ખીંટ, યુસુબ હૈદર કટિયા અને રૂખડ નાજા ભૂંડીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૬,૩૯૦ જપ્ત કરી છે.

(12:57 pm IST)