Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભાણવડના ધુમલીમાં કુવામાં ડૂબેલા દીપડાનો મૃતદેહ ત્રીજા દિવસે નીકળ્યો....!!

સ્થાનિક ફોરેસ્ટ તંત્રનું રેસ્કયુ નિષ્ફળ ગયેલું હેમરેજથી મોત!!

ખંભાળીયા તા. ૩ :.. ભાણવડના ધુમલી ગામે એક આહિર ખેડૂતની વાડીના કુવામાં દીપડો ત્રણ દિવસ પહેલા રાત્રે પડી ગયેલો જેનો મૃતદેહ રવિવારે પ્રાપ્ત થઇ શકયો છે.

આ દીપડો કુવામાં પડી જવાના ખબર પડતા ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા તેને કાઢવા  માટે ખાટલા બાંધીને રેસ્કયુ કરાયેલું પણ બિન અનુભવી રેસ્યુઅટને લીધે દીપડો ઉપરથી નીચે પડતા માથામાં હેમરેજ થઇ જતા મરણ પામ્યાનું બહાર આવેલું છે....!!

દીપડો ખાટલી પરથી નીચે પડતા સાપના કરડવાથી પડયાની વાતો પણ ફેલાઇ હતી પણ ખોખર રેસ્કયુ દરમ્યાન પડી જતાં તે મૃત્યુ પામ્યો હતો.

જો કે જાણકારોના મતે દીપડાને ખાટલામાં રાખી કુવામાંથી કાઢવામાં આવે ત્યારે ઉપરના ભાગે માણસો ના હોવા જોઇએ તે હતા તેનાથી ડરીને દીપડાએ કૂદકો મારતા માથામાં હેમરેજ થતાં મોત થયું.

સ્થાનિક ફોરેસ્ટ અધિકારીની બનાવની વિગતો આપવામાં સંતાડવાની નીતિ મોડું જાહેર કરવું પણ ભારે ટીકાપાત્ર બન્યું હતું તો કુવામાંથી સાપ પણ નીકળ્યા ન હતાં...!!

(11:50 am IST)