Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સુરજકરાડીના રાજમાર્ગો પર ઢોરોનો અડ્ડો

સુરજ કરાડી ગામે આવેલા રોડ પર હાલર ખડતા રઝળતા ઢોરોએ પોતાનો અડો જમાવી લીધો હોય તેવા દ્રશ્યો નિહાળવા મળી રહયા છે. આ રોડ ઓખા જામનગર હાઇવેને જોડતો રોડ છે. આ ઉપરાંત આ જ રોડ પરથી આજુબાજુનાગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ સ્થાનિક લોકોની બારેમાસ ભારે અવર જવર રહેે છે. આ વર્ષે વર્ષાઋતુ દરમિયાન આવા ઢોરો રસ્તાની વચ્ચે બેસી જાય છે. તેથી વાહન ચાલકો ભારે દ્વિઘામાં મુકાયા છે. એકેય સાઇડમાંથી વાહન નીકળી ના શકે તથા કારણવગરના ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય જાય છે. અને અકસ્માત થવાનો ભય વર્તાય છે. જો કે આ કંઇ નવુ નથી દર વર્ષે આ સીઝનમાં અહી આવી જ પરિસ્થિતિ જવા મળે છે. હવે તંત્ર જાગશે કે કોઇ મોટા બનાવની રાહ જોયા કરશે તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહયો છે. (તસ્વીર : દિવ્યેશ જટણીયા મીઠાપુર)(

(11:43 am IST)