Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

પાટણવાવ પોલીસે ૯૮ બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

ભાડેરના વિરા શામળા અને પરબત શામળાની ધરપકડ

રાજકોટ તા.૩ : પાટણવાવ પોલીસે ભાડેર ગામે વાડી અને મકાનમાં રેઇડ કરી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ભાડેર ગામે વિદેશી દારૂનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા પાટણવાવના પીએસઆઇ વાય.બી. રાણા તથા સ્ટાફે ભાડેર ગામે વિરા ઉર્ફે રામો વીસાભાઇ શામળાના મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ૯૮ કિ. ર૯,૪૦૦ તથા બે મોબાઇલ મળી કુલ ૪ર,૪૦૦ના મુદામાલ સાથે વિરાઉર્ફે રામા તથા પરબત અરજણભાઇ શામળાને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પાટણવાવના હેડ કો. અરૂણકુમાર ખટાણા, અશોકભાઇ ગોહેલ, મેહુલભાઇ સુવા, પો.કો. દુષ્યતરાજસિંહ તથા કેવીન બોરખતરીયા રોકાયા હતા.

(11:40 am IST)