Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ઉનાની રામપરા સીમમાં પ્રાચીન સુખનાથ મંદિર

ઉના : તાલુકાનાં દેલવાડા ગામથી ર કિ. મી. દુર રામપરા ગામની સીમમાં પવિત્ર મચ્છુન્દ્રી નદીના કિનારે સેંકડો વરસ જુનુ પ્રાચિન પૌરાણીક શિવ મંદિર પ્રથમ સંગમેશ્વર  મહાદેવ ત્યારબાદ મોટા મહાદેવ હાલ સુખનાથ મહાદેવ તરીકે પ્રસિધ્ધ શિવ મંદિર વિશિષ્ટ અને અનોખું છે. મચ્છુન્દ્રી નદી નવાબંદર અરબી સમુદ્રમાં સંગમ થાય છે. તેથી સંગમેશ્વર મહાદેવ મંદિર નામ પડેલ હતું હાલ તો દરીયો ર કી. મી. દુર છે. પહેલા સંગમ સ્થાન હતું આ શિવ મંદિરનું પ્રવેશ દ્વારા પશ્ચિમ દિશામાં છે. લગભગ તમામ શિવ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સામે જ શિવલીંગ થાળુ હોય છે. આ મંદિરમાં અગ્ની ખુણામાં મંદિરનાં ગામે ગૃહમાં પ્રવેશતા ડાબી બાજુ છે. શિવલીંગ કેદરનાથ જેવું નાનુ છે. અને ઇતિહાસકારોએ લખેલ છે.  આ શિવલીંગ દર વરસે તલભાર વધે છે. અને ઇતિહાસ પુરૂાણાક પુસ્તકમાં ઉલ્લેખ છે. કે દરીયા માર્ગે બાદશાહ, સોમનાથ લૂંટવા જતો હતો આ મંદિર લૂંટવા ધ્વંસ કરવા આવેલ પરંતુ કુદરતી ચમત્કારથી તેમને પ્રવેશ દ્વારા મળેલ નહી ભમરાઓ ઉડતા ત્યાંથી ચાલ્યો ગયો હતો. સુખનાથ મહાદેવ મોટા મહાદેવનાં મંદિરેથી રામપરા જતાં નદીમાં કુંડીકામાં સ્નાન કરી સુખનાથ મહાદેવ સંગમેશ્વરનું પૂજન શ્રધ્ધા અને ભકિતથી કરે તે શિવભકત લક્ષ્મીવાન અને સંતાન પ્રાપ્ત થાય છે. મહાદેવનાં શિવલીંગ ઉપર સંગમ જલનો અભિષેક કરવાથી બ્રહ્મહત્યા દોષનો નાશ થાય છે. અને આ જગ્યાએ દેલવાડા (અગાઉ દેવકુલ) માં રહેતા બ્રાહ્મણોએ દિગ્મબર અવસ્થામાં વિચરણ કરતા શંકર ભગવાનનાં સ્વરૂપને ઓળખેલ નહી. અને બ્રાહ્મણોની પત્ની આ દિગ્મર સાધુમાં આકર્ષતાં ૯૯૯  બ્રાહ્મણો એ આતિર્થ સ્થાને ભેગા થઇ શંકર ભગવાનનાં લિંગનું પતન થવા શ્રાય આપેલ અને લીંગનું પતન થયુ હતું શંકર ભગવાન અદ્રશ્ય થઇ ગયા હતાં તેવુ પણ પુસ્તકમાં લખેલ છે. શ્રાવણ માસમાં લોકો દુર્ગમ મુશ્કેલ રસ્તામાં આવી શિવપૂજા અભિષેક કરી ધન્ય બને છે. તસ્વીરમાં  પ્રાચીન સુખનાથ મંદિરની છે.

(11:06 am IST)