Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

વાંકાનેરના પંચાસીયાના મહેશભાઇ કોળીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

આર્થીક સંકળામણને કરાણે આયખુ ટુકાવ્યું: કોળી પરિવારમાં અરેરાટી

વાંકાનેર તા. ૨ : વાંકાનેર ઢુવા નજીક પંચાસીયા ના કોળી યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ  ગઇ મોડી રાત્રે વાંકાનેરના ઢુવા રાણેકપર વચ્ચે  મહેશભાઇ શામજીભાઇ દેકાવડીયા - કોળી - ઉ. વર્ષ ૩૨ (રહે. પંચાસીયા) એ આર્થિક સંકડામણના કારણે રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવની તપાસ એન.એન.પારગી ચલાવી રહ્યા છે.  કોળી યુવાને આપઘાતી પગલુ ભરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. (૧૭.૪)

(12:25 pm IST)