Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ડારી ગામે જીંગા ઉછેર કેન્દ્રના વાહનોને અટકાવવા માંગણી

પ્રભાસપાટણ તા ૩ : વેરાવળ તાલુકાના ડારી ગામે વાડી વિસ્તારમાં જવા માટે ખેડૂતોએ પાળો કરી રસ્તો બનાવેલ જેથી વાડી વિસ્તારમાં અવર-જવરમાં સરળતા રહે, પરંતુ ડારી ગામની આજુબાજુ અનેક બિન કયાદેસર જીંગા ઉછેર ફાર્મ ચાલે છે અને આ ઉપર સતત ભારે વાહનો ચલાવે છે જેના કારણે રસ્તો અતિ બિસ્માર બનેલ છે અને ખુડૂતોને વાડી વિસ્સ્તારમાં જવામાં ખુબજ અગવડ પડે છે અને નાના-વાહનો ચલાવી શકાતા નથી અને ચલાવે તો વાહનો સ્લીપ થવાનાં બનાવો બને છે. રસ્તો બગાડી નાખેલ છે અને અત્યારે ખેડૂતો હેરાન થાય છે. વાડી  વિસ્તારના રસ્તા ઉપર બીન કાયદેસર ચાલતા જીંગા  ઉછેર કેન્દ્રના વાહનો બંધ કરવા ખેડૂતોએ માગણી કરેલ છે.(૩.૩)

(12:23 pm IST)