Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

જૂનાગઢમાં રેસ્ટોરન્ટમાંથી ચોરી કરનાર મહિલાના રીમાન્ડ મેળવવા તજવીજ

ક્રાઇમ બ્રાંચે એકને ઝડપી લીધા બાદ બીજાની તલાશ

જૂનાગઢ તા. ૩: તાજેતરમાં દિપક રેસ્ટોરન્ટમાં ગ્રાહક બનીને આવેલ બે મહિલા વેપારી મનસુખ ચાવડાની નજર ચુકવીને પત્નીની સારવાર માટે રાખેલા રૂ. સવા લાખ ચોરીને બંને મહિલા નાસી ગઇ હતી.

ગઇકાલે આઇજી એસ.જી. ત્રિવેદી અને એસ.પી. સૌરભસિંઘની સુચનાથી ક્રાઇમ બ્રાંચનાં ઇન્ચાર્જ પી.આઇ. આર. કે. ગોહિલ તથા સ્ટાફનાં એમ.જી. અખેડ, રોહિત ધાધલ વગેરેએ જુનાગઢમાં મોતીબાગ પાસેથી કાગજડી ગામની શારદા ઉર્ફે શારદી મેરૂ વાઘેલા-દેવીપૂજકની ધરપકડ કરી હતી.

આ મહિલાએ પુછપરછમાં દિપક રેસ્ટોરન્ટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. ક્રાઇમ બ્રાંચે શારદા પાસેથી રૂ. ૬પ હજારની રોકડ તેમજ ચેકબુક એટીએમકાર્ડ અને જુદી જુદી બેંકની પાસબુક કબ્જે કરી હતી.

વધુ તપાસ માટે આ મહિલાને સી ડીવીઝન પોલીસને હવાલે કરી દેવામાં આવી હતી.

પી.એસ.આઇ. ડી. કે. વાઘેલાએ રૂ. ૧.રપ લાખની ઉઠાંતરીમાં અન્ય એક મહિલા ફરાર હોય જેને ઝડપી લેવા માટે શારદાને રીમાન્૯ પર મેળવવા તજવીજ હાથ ધરી છે. (૭.૧૮)

(12:20 pm IST)