Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ખંભાળીયામાં કુવામાંથી મોરના ૩ બચ્ચાને બચાવાયા : એકનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૩ : કુવાના કાંઠા પાસે ઢેલની ચીસાચીસથી ખેડૂતનું ધ્યાન જતા બચ્ચા કુવામાં પડેલા હોય આ અંગે એનિમલ કેર ગૃપના દેસુરભાઇ ધમાને જાણ કરતા દેસુરભાઇ તેમની ટીમ સ્વયંસેવકો સાથે પહોંચી ગયા હતા.

જીવના જોખમે દોરડા બાંધીને ઉંડા કુવામાં ઉતરીને સ્વયંસેવકો સાથે ચાર મોરના બચ્ચા બહાર કાઢયા હતા જે પૈકી એક બચ્ચુ પાણી પી જતા મરણ પામ્યું હતું જયારે ત્રણનો બચાવ થતા તેમને વન્ય પ્રદેશમાં છોડવામાં આવ્યા હતા.

(12:55 pm IST)