Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગોંડલમાં ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા રામનિવાસ ઉપર લાકડીથી હુમલો

ગણપતલાલ, ભાવેશ તથા બે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ

રાજકોટ તા. ૩: ગોંડલમાં ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ૪ શખ્સોએ ઘરમાં ઘુસી યુવાન ઉપર હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ ગુંદાળા રેલ્વે ફાટકની બાજુમાં મણીનગરમાં રહેતા રામનિવાસ પુનમારામ બિશ્નોઇ (ઉ.વ. ૩ર) ના ઘરમાં ઘુસી ગણપતલાલ પુનમારામ બેનીવાલ, ભાવેશ જગદીશકુમાર બેનીવાલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કરી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત રામનિવાસે આરોપી ભાવેશના પિતાજીને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય તે પરત માંગતા તેનો ખાર રાખી ઉકત ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ઉકત ચારેય શખ્સો સામે ફરીયાદ થતા પી.એસ.આઇ. વી. કે. ગોલવેલકરએ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)