Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સુરેન્દ્રનગર : રાંધણ ગેસના ભાવવધારાથી રોષ

વઢવાણ : સમગ્ર દેશ કોરોનાની મહામારી નિયમીત રીતે ધંધા રોજગાર શરૂ થયા છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ વર્તાઇ રહ્યા છે. કારણકે સરકાર દ્વારા રાંધણગેસમાં ઘર વપરાશના બાટલામાંથી રપ રૂપિયાનો ભાવવધારો થયો છે. જે ૫૦૦૦ રૂપિયામાં નોકરી કરનાર વર્ગ એક મહિનામાં ૮૫૦ રૂપિયાના બાટલાની ખરીદી કેવી રીતે કરી શકે? વિરોધપક્ષ આ મોંઘવારી સામે કોઇપણ અવાજ ઉઠાવતો નથી. વિરોધ પક્ષની સ્પષ્ટ નબળાઇ સામે આવી રહી છે ત્યારે આ મુદ્દે લોકોને રાહત આપવા માંગ ઉઠી છે.(તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:44 am IST)