Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભાવનગરના સણોસરામાં પ્રેમીપંખીડાનો આપઘાત : ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

સવારથી ગુમ યુવક -યુવતીએ સ્મશાન પાસે લીંબડાના ઝાડ સાથે ગળેફાસો ખાદ્યો

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સણોસરા ગામે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બંન્નેએ સ્મશાન પાસે લીંબડાના ઝાડ સાથે ગળેફાસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. યુવક અને યુવતી સવારથી ગુમ હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તો પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવક અને યુવતીના મોત બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

(12:47 am IST)