Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

આજે વધુ ૫ દર્દીઓ સાથે કચ્છમાં કોરોના બન્યો બેકાબૂ : લાગલગાટ દસમે દિ' કેસ સાથે કુલ દર્દીઓ ૧૭૮ થયા

અંજાર, ભુજ ઉપરાંત ભચાઉના ખારોઇ, મુન્દ્રાના નાનીખાખર અને અબડાસાના સાંધીપુરમ જેવા ગામોમાં પહોંચ્યો કોરોના

ભુજ :  કોરોનાએ હવે કચ્છમાં લાગલગાટ ૧૦ મે દિવસે સપાટો બોલાવ્યો છે, આજે ૫ વધુ દર્દીઓ નોંધાયા છે. એ સાથે જ હવે કચ્છમાં કોરોના દર્દીઓની સંખ્યા ઉછળીને ૧૭૮ ઉપર પહોંચી ગઈ છે.

 આજે કચ્છમાં બે સરકારી અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિ તેમ જ અંજારની ટ્રેઝરી કચેરીના અમૃતલાલ બાંભણીયાને કોરોના ડિટેકટ થયો છે. વતન અમદાવાદથી ફરજ પર ભુજ આવેલા નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને તાવ, શરદી લાગતા, તપાસ કરાવી તો રિપોર્ટમાં કોરોના નીકળ્યો હવે તેમના પરિવારજનો અને સંપર્કમાં આવનાર ક્વોરેન્ટાઈન કરાયા છે.

 , અંજારમાં પણ ટ્રેઝરી અધિકારીના સંપર્કમાં આવનારાઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. અન્ય ત્રણ દર્દીઓમાં ભચાઉના ખારોઇ ગામના ૨૬ વર્ષીય મહિલા, મુન્દ્રાના નાનીખાખરના ૨૪ વર્ષીય યુવાન અને અબડાસાના સાંધીપુરમના ૪૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભુજના જૈન વ્યાપારી દિનેશ સ્વરૂપચંદ શાહનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી. જોકે, તેમની અલગથી કોરોનાના દર્દી તરીકે નોંધ લેવાઈ છે.

(8:45 pm IST)