Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કચ્છમાં કોરોનાએ ઉપાડો લીધો : નાયબ ડીડીઓને કોરોના

નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિને કોરોના થતાં અધિકારી અને કર્મચારી વર્ગમાં ફફડાટ સાથે ચિંતાની લાગણી

(ભુજ) કચ્છમાં કોરોનાએ ઉપાડો લીધો છે. વધતા જતાં મોત અને દર્દીઓ વચ્ચે કોરોનાએ પોતાની ભીંસ વધારી છે. આજે કચ્છના નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને કોરોના ડિટેકટ થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. 

 તો, જિલ્લાના ઉચ્ચ અધિકારીને કોરોના થતાં કર્મચારી વર્ગમાં પણ ફફડાટ સાથે ચિંતા ફેલાઈ છે. નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને વતન અમદાવાદથી પરત આવ્યા હતા. 

તેમને ભુજ ફરજ પર તાવ, શરદી લાગતા રિપોર્ટ કરાવ્યો હતો. તો રિપોર્ટમાં તેમને કોરોના નીકળ્યો છે. હવે તેમના પરિવારજનો અને સંપર્કમાં આવનારને ક્વોરેન્ટાઈન કરાઈ રહ્યા છે.

(5:15 pm IST)