Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જામનગરમાં કોરોનાના કેસ વધતા ભારે ચિંતા : આજે બપોરે વધુ સાત કેસ નોંધાયા

જામનગર::::જામનગરમાં કોરોનાના કેસ વધતા ભારે ચિંતા પ્રસરી ગઇ છે.આજે બપોરે વધુ સાત કેસ નોંધાયા છે.

જેમાં ૫૭ વર્ષીય મહિલા યુવા પાર્ક 1 જામનગર ,૬૧ વર્ષીય પુરુષ યુવા પાર્ક 1 જામનગર, ૩૪ વર્ષીય મહિલા શુભ આવાસ રિયા સ્કૂલ પાસે જામનગર, 31 વર્ષીય યુવાન પટેલ કોલોની શેરી નંબર 8 જામનગર,  ૫૮ વર્ષીય પુરુષ રામ કૃપા એપાર્ટમેન્ટ હિરજી મિસ્ત્રી રોડ જામનગર, 70 વર્ષીય પુરુષ નદીપા રોડ જામનગર અને

 ૫૭ વર્ષીય પુરુષ શિવાની રેસીડેન્સી લીમડા લાઇન જામનગરને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(4:12 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કોવિદ-19 ને કારણે જાન ગુમાવનાર ડોક્ટર અસીમ ગુપ્તાના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો : એલ.એન.જે.પી.હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર સમયે ખુદ કોરોના વાઇરસનો ભોગ બન્યા હતા : અન્યોની સેવા માટે જાન ગુમાવનાર ડોક્ટરને ' જનતાના ડોક્ટર ' તરીકે બિરદાવ્યા access_time 7:22 pm IST

  • પાકિસ્તાનમાં ૧૯ શીખ યાત્રાળુના મોત : દર્શનાર્થે ગયેલા શીખ શ્રદ્ધાળુઓને વેનને ફરૃખાબાદમાં શાહ હુસૈન એકસપ્રેસ ટ્રેને હડફેડે લેતા વાનમાં રહેલા ૨૫ યાત્રાળુમાંથી ૧૯ના મોત થયા છેઃ આ ટ્રેન કરાંચીથી લાહોર જતી હતીઃ યાત્રાળુઓની વાનનો ભૂકકો બોલી ગયેલ છે access_time 4:12 pm IST

  • રાજ્યસભા સાંસદ અને લૉ કમિશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સભ્ય શ્રી અભયભાઈ ભારદ્વાજ, રવિવારે સવારે 11 વાગ્યે, તેમના ફેસબુક પેઈજ www.facebook.com/bharadwajabhay પર મેડીકલ જ્યુરીસ્પ્રુડન્સ વિષય પર લાઈવ વક્તવ્ય આપશે તેમ જાણવા મળે છે. access_time 7:45 pm IST