Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કાલાવડમાં પોણો ઇંચઃ લોધીકા-કેશોદમાં હળવા ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને કયાંક તડકો તો કયાંક વાદળા છવાયેલા જોવા મળ્યા છે.

આવા વાતાવરણ વચ્ચે જામનગર જીલ્લાના કાલાવડમાં પોણો ઇંચ અને રાજકોટ જીલ્લાના લોધીકા અને જુનાગઢ જીલ્લાના કેશોદમાં હળવા ઝાપટા પડયા હતા.

જામનગર

જામનગર આજનું હવામાન ૩૬ મહત્તમ ર૭.૭ લઘુતમ ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૪ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કાલાવડમાં ૧૯ મી.મી. વરસાદ પડયો હતો.

કેશોદ

કેશોદઃ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ એક વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.(

(1:03 pm IST)