Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગારીયાધાર કોળી સમાજ દ્વારા PSI મોડ-૨ ની પરીક્ષા લેવા માંગણી

ગારીયાધર,તા.૩ : ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખાતાકીય PSI ની પરીક્ષામા ંફરીયાદ થતાં ઘણા લાંબો સમય થવા છતા PSI મોડ -૨ ની લેખિત પરીક્ષા લેવામાં આવેલ નથી જેનાં કારણે ઘણા કર્મચારી ઓ ને અન્યાય થય રહ્યો છે તેમજ

હાલમાં  PSI  મોડ-૩ની  પરીક્ષા લેવાવી જાહેરાત કરવામાં આવી છે જેમાં ASIના ૪૦ મહિના નક્કી કરેલ છે જેમાં ડાંગ - પોરબંદર - તેમજ અન્ય જિલ્લામાં વહેલા પ્રમોશન આવી જાય છે જયારે ભાવનગર જિલ્લા માં ખૂબજ મોડા પ્રમોશન આવે છે અને જેને પ્રમોશન મળીયા છે તેને ૪૦ મહિના પૂરા થતા નથી તેના કારણે જે લાયક છે તે કર્મચારી વંચિત રહી જાય છે 

 આ બાબતે સરકારે ખાતાકીય મોડ-૨  PSI ની પરીક્ષા વેહલી તકે યોજવા વિનંતી છે  PSI  મોડ-૨ ASIના ૪૦ મહિનાના બદલે ૨૦ વર્ષની નોકરી પૂર્ણ કરેલ છે તે તમામ બેસી શકે તેવું આયોજન કરવા વિનંતી છે જો આ બાબતે નકર પગલા લેવામાં નય આવે તો આવતા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ SSO અધિકારી સંઘના આગેવાનો તથા સભા યુવા કોળી સમાજ દ્વારા મામલતદારને આપેલ આવદનપત્રમાં જણાવેલ છે.

(11:39 am IST)