Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ખોડાપીપરમાં ચેતન અને સગર્ભા પત્નિ પાયલે ઝેરી દવા પી લીધીઃ પત્નિ ગંભીર

મુળ એમપીનો યુવાન પત્નિ સાથે ધ્રોલના માવપર ગામે બે દિવસથી રોકાયો હતોઃ પરત પોતાની ઘરે આવવા બાબતે ઝઘડો થતાં પગલુ

રાજકોટ તા. ૩: પડધરીના ખોડાપીપરમાં પરષોત્તમભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપીના ચેતન વિરસીંગભાઇ અમલીયા (ઉ.૨૧) તથા તેથી સગર્ભા પત્નિ પાયલ ચેતનભાઇ અમલીયા (ઉ.૧૯)એ રાતે એકાદ વાગ્યે વાડીએ ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

ચેતનના કહેવા મુજબ તેના લગ્ન એક વર્ષ પહેલા થયા છે અને પત્નિ પાયલના પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. પોતે અને પત્નિ ત્રણ દિવસથી પત્નિના પિતા મહેન્દ્રભાઇ નાનકાભાઇ પરમાર જ્યાં કામ કરે છે એ ધ્રોલના માવપર ગામે રોકાવા ગયા હતાં. ગઇકાલે ત્યાંથી પરત ખોડાપીપર આવવા બાબતે પત્નિએ ચડભડ કરી હતી. એ પછી બંને ખોડાપીપર આવ્યા હતાં અને ફરી ઝઘડો થતાં પોતે ઝેરી દવા પી ગયો હતો. પાછળથી પત્નિ પણ પી ગઇ હતી. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)