Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભાવનગરનાં જાણીતા ડો. સુભાષ તેલંગ અને પૂર્વ મેયરના પુત્રને કોરોના

ભાવનગર, તા. ૩ : ભાવનગરમાં કોરોના વાઇરસે ભરડો લીધો છે. રત્ન કલાકારો ઉપરાંત હવે જાણીતા  લોકો અને તબીબો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. શહેરમાં જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. સુભાષ તેલંગનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. તેમજ શહેરના ફુલવાડી હિલ ડ્રાઇવ પ્લોટો રર૧૪-બી-સી-૧માં રહેતા માજી મેયર અને જાણીતા ઉદ્યોગપતિ જયંતભાઇ વનાણી (બુધાભાઇ પટેલ)નાં પુત્ર કેવર જયંતભાઇ વનાણીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સિંધુનગરમાં રહેતા વેપારી ગોરમલ દાહમલ રામરખીયાણી તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવતાં રાકેશભાઇ યાદવનો રીપોર્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલે ખસેડાયેલ છે.

હાલમાંભાવનગર જીલ્લામાં કુલ ર૮૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.

(11:30 am IST)