Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મોરબીમાં પેટા ચુંટણીના પડઘમ, હાર્દિક પટેલની ઓચિંતી મુલાકાતથી રાજકારણ ગરમાયું

૧૫ હજાર વોટથી વિજયનો હાર્દિકે વિશ્વાસ વ્યકત કર્યો

મોરબી, તા.૩: ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને પેટા ચુંટણીની ટીકીટ પણ પક્ષ તેમને આપે તેવી અટકળો ચાલી રહી છે દરમીયાન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ મોરબીની ઓચિંતી મુલાકાતે આવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજયસભા ચુંટણી સમયે રાજીનામું આપી દીધા બાદ ભાજપમાં જોડાયા છે અને પેટા ચુંટણીના પડદ્યમ વાગી રહ્યા છે ત્યારે મોરબીની પેટા ચુંટણી જીતવા ફરીથી પાસના આગેવાનો સક્રિય થયા છે એક સમયે પાટીદાર આંદોલનથી લાઈમટાઈમમાં આવેલા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતા અને મોરબીની પેટા ચુંટણી જંગ કોંગ્રેસ જીતે તે માટે આજે ઓચિંતી મુલાકાત લઈને કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો અને પાસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને હાર્દિક પટેલની મુલાકાતથી રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી અને પેટા ચુંટણી જંગ રસપ્રદ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. આજે મોરબીની મુલાકાતે પધારેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પક્ષ પલટો કરનાર બ્રિજેશ મેરજા પર આકરા પ્રહારો કર્યા હતા ખાસ વાતચીતમાં યુવા નેતાએ જણાવ્યું હતું કે રાજયસભા ચુંટણીમાં કરોડો લઈને વેચાઈ ગયા છે જેથી મોરબીના યુવાનોમાં રોષ છે જે યુવાનોને મળવા તે આવ્યા હતા મોરબી સિરામિક હબ હોવા છતાં મોરબીમાં વિકાસ શૂન્ય છે રોડ રસ્તાના ઠેકાણા નથી જેથી મોરબીના લોકોના પ્રશ્નોને વાચા આપે તેવો સક્ષમ ઉમેદવાર પક્ષ ઉભો રાખશે તો ટીકીટ કોને મળશે તે અંગે જણાવ્યું હતું કે એ પાર્ટી નક્કી કરે મારે નામ આપવાના ના હોય હા એટલું જરૂર કહીશ કે મોરબીનો અવાજ બને, મોરબીમાં કાનુન વ્યવસ્થા ખાડે ગઈ છે જેની વિરુદ્ઘ બોલી શકે તેવા મજબુત ઉમેદવારને મતદારો ચુંટશે તો બ્રિજેશ મેરજાના પક્ષ પલટા અંગે જણાવ્યું હતું કે પક્ષ પલટો કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ ચુંટણી જીતી રાજીનામું આપવું હોય તો કેમ લડો છો આવા પક્ષ પલટો કરનાર માટે કાયદો છે પરંતુ કાર્યવાહી કરાતી નથી જનતા સાથે સરકાર દ્રોહ કરે છે કરોડોમાં ધારાસભ્યોને ખરીદે છે તે જનતાના પૈસા હોય છે તો મોરબીની પેટા ચુંટણી ૧૫ હજાર મતથી જીતવાનો પણ વિશ્વાસ વ્યકત કર્યો હતો.(

(11:30 am IST)