Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વધુ એક મોત અને લાગલગાટ ૯ મે દિ' પોઝિટિવ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાએ મચાવ્યો ફફડાટ

જીએમડીસીના એન્જી.નું મોત : કુલ મૃત્યુઆંક ૯ : રાપરના તબીબ અન્ય બે યુવાનો, ઓમાનથી આવેલા પટેલ પ્રૌઢ : કોઠારાના મહિલા સહિત વધુ ૫ જણ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપભેર ઉછળીને ૧૭૨ થઇ

ભુજ તા. ૩ : કચ્છમાં કોરોનાએ વધુ એક ભોગ લીધો છે. વર્માનગર કોલોનીમાં રહેતા જીએમડીસીના ઈજનેર જહિરઅલી મકરાણીનું (ઉં.૫૨)નું ગઈકાલે રાત્રે અવસાન થયું હતું. ગત ૨૬/૬ ના તેમનુંઙ્ગ કોરોનાનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. સારવાર દરમ્યાન તેમની તબિયત વધુ બગડતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

જોકે, તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બીમારીથી પીડાતા હતા. મોતના આ બનાવને પગલે કચ્છમાં કોરોનાનો મૃત્યુ આંક વધીને ૯ થયો છે. તો, કચ્છમાં લાગલગાટ ૯ મે દિ' પણ કોરોનાએ પોઝિટિવ દર્દીઓ સાથે પોતાની ભીંસ વધારી છે. જોકે, કોરોના સામે આપસી સંકલનના અભાવે તંત્ર વામણું બની ગયું છે અને કચ્છમાં કોરોના બેકાબૂ ગતિએ દોડી રહ્યો છે.

રાજયની યાદી અનુસાર ગઈકાલે કચ્છમાં ૫ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. એ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ઉછળીને ૧૭૨ ઉપર પહોંચી ગઈ છે. જોકે,ઙ્ગ કચ્છમાં ડીડીઓએ મોડે મોડે આપેલી યાદી અનુસારઙ્ગ રાપરમાં એક તબીબ અને અન્ય બે યુવાનો સહિત ત્રણ જણ, ભુજના માધાપર ગામે ઓમાનથી આવેલા પટેલ પ્રૌઢ અને કોઠારાના ૨૭ વર્ષીય મહિલાને કોરોના ડિટેકટ થયો છે. અત્યારે કચ્છમાં છેવાડાના તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે ખરા ટાઈમે જ તંત્ર આપસમાં અટવાયું છે. એ હકીકત દુર્ભાગ્યપૂર્ણ છે.(૨૧.૪)

(10:23 am IST)