Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જાફરાબાદમાં ધોધમાર ૩ , બગસરા, રાજુલા, ઉના, ગીર ગઢડા, કેશોદ, માણાવદરમાં ર ઇંચ

રાજકોટ, તા., ૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી મેઘાવી માહોલ સાથે મેઘરાજા મહેરબાન થયા છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી રહયો છે.

આજે સવારના ૧૦ થી બપોરના ર વાગ્યા સુધીમાં અમરેલી જીલ્લામાં જાફરાબાદમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે રાજુલા અને બગસરામાં ર ઇંચ વડીયામાં ૧ ઇંચ, લીલીયા-ખાંભામાં અડધો ઇંચ, જયારે અમરેલી અને બાબરામાં ઝાપટા પડયા છે.

જુનાગઢ જીલ્લાના કેશોદ અને માણાવદરમાં ર ઇંચ મેંદરડામાં ૧ ઇંચ, ર ઇંચ, જુનાગઢમાં અડધો ઇંચ, અને ભેસાણ તથા વંથલીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ જીલ્લાના ઉના અને  ગીર ગઢડામાં પણ ર ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે વેરાવળ-તાલાળા અને કોડીનારમાં અડધો ઇંચ તેમજ સુત્રાપાડામાં ઝાપટા વરસ્યા છે.  ભાવનગર જીલ્લાના ગારીયાધારમાં અડધો ઇંચ, અને મહુવામાં ઝાંપટા, ગોંડલ અને કોટડા સાંગાણીમાં તેમજ જામનગર અને લાલપુરમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે. (૪.૧૪)

(3:50 pm IST)